રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છના પ્રવાસે છે, ત્યારે આજે મોડી સાંજે સફેદ રણ ખાતે પધાર્યા હતા. જ્યાં મુખ્યમંત્રીશ્રીએ સફેદ રણમાં ચાલીને ત્યાંના આહ્લાદક વાતાવરણને માણ્યો હતો. પૂર્ણિમાના દિવસે સૂર્યાસ્ત અને ચંદ્રોદયના સમયે મુખ્યમંત્રી રણનો મનમોહક નજારો નિહાળી પ્રભાવિત થયા હતા.