ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. વિભાગ ધ્વારા ૨૦૨૪ના નવા વર્ષે રોપડા ગામે રહેતા ગરીબ બાળકો સાથે ઉજવણી કરશે. કોલેજના વિદ્યાર્થીઓએ પોતાના પોકેટમનીમાંથી બચાવેલા પૈસા માંથી સ્ટેશનરી, ફ્રુટ્સ, ચોકલેટ, કેક તથા કપડા ખરીદીને જરૂરીયાતમંદ બાળકોને ૩૧મી ડિસેમ્બરે તેમની શાળામાં તથા ઘરે જઈને ગીફ્ટ આપશે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે યુવાનોમાં સેવાકીય પ્રવૃત્તિ કરવાની પ્રેરણા મળે તેવુ આયોજન થવુ જોઈએ. માનવીય મૂલ્યોના જતન સાથે કરૂણા, દયા તથા નિસ્બત ઉભી કરી સામાજીક સમરસતા લાવવી જોઈએ. કોલેજના એન.એસ.એસ. વિભાગના કોઓર્ડીનેટર પ્રા.એચ.બી.ચૌધરીએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતુ.