અમદાવાદ શહેરમાં આવેલા કોરોના કેસમાં ઉછાળાને જોતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાબદું બન્યું છે. કોરોના સંક્રમણને રોકવા માટે ફરીથી અમદાવાદીઓને ફરજીયાત માસ્ક પહેરવું પડશે. AMCના આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન સોલંકીએ આજે આપેલા નિવેદન મુજબ અમદાવાદ શહેરમાં માસ્ક ફરી શરૂ કરવા AMCએ સૂચના આપી દીધી છે. હાલમાં મોટાભાગના લોકો માસ્ક વગર ફરતા હોવાનું AMCનું તારણ છે.
