રસિકભાઈ રાઠોડની મુલાકાત થઈ. વાતો કરતા કરતા તેમણે એક વાત કહી, કે હું જ્યારે કોઈ પક્ષી કે પ્રાણીના રેસ્ક્યું માટે નીકળું છું, તો સતત હકારાત્મક રહી નીકળું છું. જેથી મારા મગજમાં માત્રને માત્ર સેવા લક્ષી વિચાર ફરતાં રહે છે. એક દિવસ એક ભંગારની દુકાનેથી નીકળ્યો તો જોયું કે ખૂબ જૂના અને ભંગાર ફ્રીજો પડેલાં હતા, મને વિચાર આવ્યો કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અબોલ પ્રાણી માટે કંઇ કરીએ. તો મેં થોડા જૂના ફ્રિજ લઈને એક દરવાજો કાઢી આ રીતે કામ કરવાનો નિર્ધાર કર્યો …..
