નવસારી જિલ્લાની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ નવસારીમાં નવનિર્મિત નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. L&Tના ચેરમેન અનિલ નાયકની પૌત્રીની યાદમાં બનાવવામાં આવેલી આ હોસ્પિટલમાં 500 બેડની ક્ષમતા રહેશે. આ હોસ્પિટલથી સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના દર્દીઓને રાહત રહેશે સાથે જ મહારાષ્ટ્રના 2 જિલ્લાને પણ આ હોસ્પિટલનો લાભ મળશે.
