રાજસ્થાનના ઉદયપુરમાં જિલ્લા પરિષદ સભ્ય અને કોંગ્રેસના નેતા કામિની ગુર્જરના 21 વર્ષના પુત્ર પ્રથમ ગુર્જરે સુસાઈડ કરી લીધું છે. પ્રાથમિક તપાસમાં સુસાઈડનું કારણ PUBG હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તે ગેમમાં કોઈ પણ ચેલેન્જને પુરી કરી શક્યો નહોતો. પોલીસ આ એન્ગલ પર તપાસ કરી રહી છે. પ્રથમનો મોબાઈલ લોક છે. લોક ખુલ્યા પછી થોડી માહિતી મળવાની શક્યતા છે.
