બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાંખી ધોરાજી પોલીસે રાકેશ ભરતભાઈ ચુડાસમા ઉ.વ.20 (રહે.ગોંડલ વોરાકોટડા રોડ, આવાસ કવાર્ટર ત્રણ માળીયા સબજેલ સામે) નામના શખ્સને દબોચી લઈ તપાસ શરૂ કરી છે. આ બનાવમાં આરોપી પાસેથી પોલીસે બજાજ કંપનીનું બાઈક કબ્જે કરેલ છે.

ધોરાજી પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એ.બી.ગોહિલના માર્ગદર્શન હેઠળ ધોરાજી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે હકીકત મળેલ કે આઈ.પી.સી. કલમ 379ના કામે ચોરાયેલ મો.સા. એક ઈસમ ગોંડલથી ધોરાજી તરફ લઈ આવતો હોવાની હકીકત મળતા આ મો.સા.ની વોચમાં ધોરાજી નાથજી સોસાયટી બજરંગ ઢોસા પાસે હતા.
તે દરમ્યાન ગોંડલ તરફથી આ વર્ણનવાળુ મો.સા. લઈ એક ઈસમ શંકાસ્પદ હાલતમાં નીકળતા જેને રોકી ચેક કરતા આગળ પાછળ નંબર પ્લેટ લગાડેલ ન હોય જેથી તેના ચેસીસ નંબર જોતા DUFBMC29420 તથા એન્જીન નંબર DUFBMC56544 હોય જે પોકેટકોપમાં સર્ચ કરતા સદરહુ મો.સા. ઉપરોકત ગુનાના કામે ચોરી થયેલ હોય જેથી આ મો.સા. કબ્જે કરી આરોપીની અટક કરી પોલીસે તપાસ શરૂ કરી છે.