આર્થિક સંકટમાં ફસાયેલ પાકિસ્તાનની સરકાર નિરાશ અને પરેશાનીના કારણે એવા નિર્ણયો લઈ રહી છે. જે ન માત્ર લોકોને ચોંકાવી રહી છે પરંતુ મીડિયામાં પણ હેડલાઈન્સ બની રહી છે. તાજેતરમાં, પાકિસ્તાનના ફેડરલ મંત્રી, અહેસાન ઈકબાલે નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ દેશની અર્થવ્યવસ્થાને બચાવવા ચાના વપરાશમાં ઘટાડો કરે. મંત્રીની દલીલ છે કે આનાથી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં મદદ મળશે.
