સંબંધના એ બારણામાં તિરાડ પડે જયારે
ખબર છે !અજનબી અંદર ઝાંકી શકે ત્યારે …

અંધકારના દરિયાને તું ન તરી શકે જયારે ,
ઘડીક શ્વાસ રોકીને પાછું જોઈ લેજે ત્યારે ….
તારી તરસ ના સમજુ એવો નાદાન ન બનું ક્યારે ,
જળ બનીને માત્ર તારામાં વહી શકું ત્યારે ….
ભરોસો રાખજે મૃગજળ સમી વાતો સાંભળે જયારે ,
યાદ કરી એ આંખની વેદના અનુભવી લેજે ત્યારે …
બીના પટેલ