વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલ વિકાસયાત્રાને લીધે આજે બનાસકાંઠા જિલ્લાએ તમામ ક્ષેત્રોમાં પ્રગતિના સોપાનો સર કર્યા છે…. ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી પાલનપુર તાલુકાના ગઢ વિમળા વિદ્યાલય ખાતે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે હોસ્ટેલનું લોકાર્પણ થયું મંત્રીશ્રીએ મગરવાડા માણિભદ્ર વીરના દર્શન અને પૂજા-અર્ચના કરી હોસ્ટેલ લોકાર્પણ સમારોહમાં ફિલ્મ અભિનેત્રી પદ્મીની કોલ્હાપુરીની વિશેષ ઉપસ્થિતિ પાલનપુર તાલુકાના ગઢ વિમળા વિદ્યાલય ખાતે ગૃહ અને રમત- ગમત રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે કુસુમબેન ઝવેરી હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હોસ્ટેલના લોકાર્પણ સમારોહમાં વિમળા વિદ્યાલયના ટ્રસ્ટીશ્રી કુમારભાઇ ઝવેરીની સાથે મુંબઇથી ફિલ્મ જગતની નામાંકિત અભિનેત્રી પદ્મીની કોલ્હાપુરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મંત્રીશ્રીએ મગરવાડા માણિભદ્ર વીરના દર્શન અને પૂજા- અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું કે, આવતીકાલે અષાઢી બીજના દિવસે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની સૌથી મોટી રથયાત્રા નિકળવાની છે ત્યારે ખુબ વ્યવસ્તા વચ્ચે શિક્ષણના પવિત્ર કાર્યક્રમમા
