હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણી સમિતિની બેઠક ચાલી રહી છે. અહીં ભાજપે રાજ્ય સરકારના એક જાસૂસને પકડીને પોલીસને હવાલે કર્યો છે. આરોપ છે કે આ ઈન્ટેલિજન્સ ઓફિસર બેઠક દરમિયાન કેટલાક દસ્તાવેજોની તસવીરો ક્લિક કરતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો.એક ન્યૂઝ રિપોર્ટ અનુસર, જ્યારે લોકો ભોજન લેવા ગયા હતા, તે દરમિયાન અધિકારી તે કાગળો તપાસી રહ્યો હતો.
