યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થયા છે. આ પ્રસંગે સીએમ યોગી આદિત્યનાથે પોતાના કામની વિગતો આપતા કહ્યું કે 100 દિવસમાં માફિયાઓને જોરદાર ફટકો પડ્યો. તેમણે કહ્યું કે 2017થી અત્યાર સુધીમાં 2925 કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ ગુના પ્રત્યે સરકારની ઝીરો ટોલરન્સ નીતિનું પરિણામ છે.
