
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના ૫ વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્ય આયોજીત ખેલ મહાકુંભમાં આર્ચરી સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. આ ઇવેન્ટની સ્ટેટ લેવલની સ્પર્ધામાં રીયા, આકાંક્ષા, પ્રીતી, કૃતિકા તથા નિસર્ગ ભાગ લીધો હતો. જેમાં આર્ચરીની વિવિધ ઇવેન્ટમાં ૬ ગોલ્ડ મેડલ્સ, ૪ સિલ્વર મેડલ્સ તથા ૩ બ્રોન્ઝ મેડલ્સ મેળવી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો. આ વિદ્યાર્થીઓના સન્માન સમારંભમાં જીએલએસના રજીસ્ટ્રાર ભાલચંદ્ર જોષીએ કહ્યું હતુ કે સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લેવાથી વિદ્યાર્થીનું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય છે જેનાથી એકાગ્રતા ઉભી થાય છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યુ હતુ કે યુવાનોએ તંદુરસ્ત રહેવા માટે શારીરીક શ્રમ કરવો પડશે કારણકે આજના યુવાનો બહુજ નાની બાબતોમાં હતાશ થઇ જાય છે. યુવાનોમાં ઓબેસીટીનો ઇસ્યુ આવે છે તથા માનસીક વિકાસ અને રોગોથી બચવા સ્પોર્ટ્સમાં ભાગ લેવો પડશે. કોલેજના વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરીને પ્રોત્સાહીત કર્યા હતા. કોલેજના સ્પોર્ટ્સ ડાયરેક્ટર પ્રા.મહેન્દ્ર વસાવાએ આ સિધ્ધી પ્રાપ્ત કરવા પોતાનું યોગદાન આપ્યું હતુ. આ સત્કાર સમારંભનું સંચાલન પ્રા.ચેતન મેવાડાએ કર્યું હતુ. આ કાર્યક્રમમાં કોલેજના ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો હાજર રહ્યા હતા.