ગુજરાતમાં કોરોનાના નવા 665 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 536 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,20,682 નાગરિકો હરાવી પણ ચુક્યાં છે. બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 3724 એક્ટિવ કેસ છે. જે પૈકી 03 નાગરિકો વેન્ટીલેટર પર છે જ્યારે 3721 નાગરિકો સ્ટેબલ છે.