આજ રોજ સિકંદરાબાદ સ્થિત શ્રી ગુજરાતી સેવા મંડળ ની વાર્ષિક સભા ઘનશ્યામ ભાઈ પટેલ ની અધ્યક્ષતામાં ખૂબ જ વ્યવસ્થિત રીતે અને સરસ થઈ.
માનદ મંચસ્થો ની નામાવલી પ્રસ્તુત છે.
ઘનશ્યામભાઈ પટેલ જયંતિ ભાઈ પટેલ, જનકભાઈ બ્રહ્મભટ્ટ શિવગણભાઈ પટેલ જશભાઈ પટેલ નરેન્દ્ર ભાઈ કોટક મહેશભાઈ દાવડા,
કુંદન ભાઈ પટેલ,
જસમત ભાઈ પટેલ રિધ્ધેશભાઈ જાગીરદાર, આરકે ભાઈ જૈન, મહેન્દ્રભાઈ કપાસી, સુભાષભાઈ મહેતા, વિષ્ણુ ભાઈ પટેલ, હરીશભાઈ દવે, પ્રદીપ ભાઈ ચોકશી કૌશલ ભાઈ શાહ, તરુણભાઈ મહેતા અજયભાઈ ઓઝા, દિનેશ ડાહ્યાભાઈ પટેલ, દિનેશ ભાઈ શંકરલાલ, રાકેશ ભાઈ પટેલ
આ સૌ ઉપયુક્ત મહાનુભાવો દ્વારા મંચ સુશોભિત થયું હતું.
જત લખવાનું કે સિકંદરાબાદ સ્થિત ગુજરાતી સમાજ દ્વારા ઘણી જ સારી
પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
કાર્યક્રમની શરૂઆત મંચસ્થો એ મળી ને દીપ પ્રજ્વન થી કરી. ત્યાર બાદ ગણેશપૂજન કર્યું. માનદમંત્રી શ્રી જનકભાઈ બ્રહ્મ ભટ્ટે મંચ સંચાલન ની બાગડોર સંભાળી હતી.
માનદ પ્રમુખશ્રી ઘનશ્યામ ભાઈ પટેલે સભાને સંબોધન કર્યુ હતું.
સમાજ નાં સમગ્ર સભ્યો ને તો સમાજ વિશે માહિતી હોય પરંતુ સૌને મંચ તરફથી વિવિધ પ્રકારની ગતિવિધિઓ ની જાણકારી આપી હતી.જેમકે, સમાજ દ્વારા વિદ્યાર્થીઓને માટે સ્કૂલ ચલાવવામાં આવે છે. બહાર ગામ થી આવતાં મહેમાનો માટે અતિથિ ગૃહ છે.
સારાં માઠાં પ્રસંગો માટે વિશાળ હોલો છે. આ ઉપરાંત સેવા મંડળ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રકારની સમાજ સેવા ઓ ની માહિતી આપી.
જેમકે,
કોરોના કાળમાં શાળા ની ફિ પણ માફ કરવામાં આવી હતી. કોરોના કાળમાં ફસાયેલા ગુજરાત નાં લોકો ને સહિસલામત રીતે , કોરોના ની આચાર સંહિતા પાળી ને ગુજરાત મોકલ્યા હતાં. અહીંના જરુરીયાત વાળા સ્થાનિક લોકો ને રાશન કિટ આપી હતી.
આ ઉપરાંત સેવા મંડળ નાં અધ્યક્ષ ઘનશ્યામ ભાઈ પટેલ ગૌરક્ષકે ઘણી ગાયો બચાવી છે.
ગાયો માટે ટ્રકો ભરી ભરીને ચારો મોકલ્યો હતો.
સેવા મંડળ નાં ગોભક્ત તરુણ ભાઈ મહેતા એ લવ ફોર કાવ નાં હોદેદારો જસમત ભાઈ પટેલ, રિધ્ધેશભાઈ અને આરકે ભાઈ જૈન ને આમંત્રણ આપ્યું હતું.
મંચ તરફથી વિવિધ પ્રકારનાં મહાનુભાવો નું સન્માન કરવામાં આવ્યું હતું.
વિવિધ હોલ, અતિથિ ગૃહો તેમ જ શાળા નાં ભવનો નો ક્રમશ: જીર્ણોદ્ધાર થવાનો છે.
ચુંટણી અધિકારીઓ
મહેન્દ્ર ભાઈ કપાસી અને સુભાષભાઈ મહેતા ખૂબ જ બારિકાઈ થી ઝિણવટ થી ચુંટણી ની કામગીરી બજાવે છે એ માટે તેઓ નું બહુમાન કરવામાં આવ્યું હતું.
ટ્રસ્ટી શિવગણભાઈ પટેલે પણ સભા ને સંબોધન કર્યું હતું.
ચુંટણી નાં વિવિધ પ્રકારનાં નિયમો ની જાણકારી આપી હતી. આવતાં મહીને ચુંટણી છે એમ જણાવ્યું હતું.
ચુંટણી અધિકારીઓએ સભામાં બિનહરીફ ને બહુમતી થી ચુંટાઈ આવેલાં નાં નામ જાહેર કર્યા હતાં. જે આ પ્રમાણે છે. કૌશલ ભાઈ શાહ, તરુણ ભાઈ મહેતા, અજયભાઈ ઓઝા,ડીડીભાઈ પટેલ, દિનેશભાઈ શંકરલાલ અને રાકેશ ભાઈ પટેલ છે. સૌએ આ લોકો ને તાળીઓ નાં ગડગડાટ સાથે વધાવી લીધાં.
સેવા મંડળ નાં ભગિની મંડળ નાં માનદમંત્રી શ્રી કલ્પનાબેન દવે એ
જણાવ્યું કે ૨૩ મી જુલાઈ ૨૦૨૨ નાં રોજ આનંદ બજાર છે.
મહિલા મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવાય છે એનાં અધિકારી તરુણ ભાઈ મહેતા છે.
શારદિય નવરાત્રી મહોત્સવ માં નોમ નો હવન થાય છે . પછી બ્રહ્મ ભોજન થાય છે.
બહેન શીતલે બધાં ની હાજરી લીધી હતી.
સભા ની પૂર્ણાહુતિ વખતે આભાર વિધિ કરવામાં આવી હતી.
ભારે જમણવાર અને આષાઢી એકાદશી નાં વ્રતધારીઓ એ સાત્ત્વિક ફરાળી વાનગીઓ થી પોતાનું વ્રત સંભાળ્યું હતું.
આ સભા પછી સૌ સ્નેહીજનો એ આપસી વાતો કરી હતી. અને સૌ રાજીખુશીથી છુટા પડ્યાં હતાં.
સભા ની પૂર્ણાહુતિ પછી સમાજ નાં માનદ અધિકારીઓ અને લવફોર કાવ નાં માનદ અધિકારીઓ એ શાળા નાં જીમ્નેશિયમ નું ઉદઘાટન કર્યું હતું.

ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૧૦/૭/૨૦૨૨.