તાજેતરમાં 30/06/2022 ના રોજ, ગુજરાતની માનનીય હાઈકોર્ટે મૌખીક આદેશ દ્વારા રાજ્ય સરકારને જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ICU ોવું જોઈએ તેમજ કાંચના ફસાદ દૂર કરવા વગેરે અંગે અમુક એગવાઈઓ લાગુ કરવા સૂચના આપી છે. રાજ્યભરની હોસ્પિટલોને 7 દિવસની અંદર તેનું પાલન કરવા નોટિસો મળી રહીછે જે સંપૂર્ણપણે પાયાવિહોણી અને અતાર્કિક છે. કેટલીક જોગવાઈઓ કે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી અને તેનો અમલ શકય નથી તેવો છે જેનો અમલ કરવાનો આગ્રહ વ્યાપકપણે જનતા પર આપત્તિજનક અસર કરી શકે છે. આ જોગવાઈઓ ના અમલથી ICU દર્દીઓમાં વધુ ચેપ થવાની સંભાવના છે અને સમગ્ર રાજ્યમાં બેડની સંખ્યામાં પણ ભારે ઘટાડો થશે. આ પ્રકારના અમલથી આઈસીયુમાં વર્તમાન દર કરતાં અનેક ગણો મૃત્યુદરનું વધશે. આ પ્રકારના મૌખિક આદેશની અસર કરતા લાંબા ગાળામાં વિનાશક હોઈ શકે છે. આ ઓર્ડર કરતા પહેલા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અથવા તેની કોઈપણ શાખાને સામેલ કર્યાં કે તેને સાંભળ્યા વિના એકપક્ષીય રીતે પસાર કરવામાં આવ્યો છે અને તેથી તબીબી વ્યાવસાયિકો અને હોસ્પિટલોનો મત ગણકારવામાં જ નથી આવ્યો.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત રાજ્ય શાખા હોસ્પિટલમાં આગની ઘટનાઓને રોકવા માટેના કોઈપણ પગલાં માટે સમાન સહાયક રહેશે, પરંતુ રાજ્ય સરકારના આવા એકપક્ષીય નિર્દેશીનો સખત વિરોધ કરે છે. માનનીય સરકારે તબીબી વ્યાવસાયિકો સહિત તમામ સંબંધિત વિભાગોના સભ્યોની બનેલી એક તકનીકી સમિતિની રચના કરવી જોઈએ અને ચેપ નિયંત્રણના દર ને ધ્યાનમાં રાખી ICU દર્દીઓની સારવારની વૈજ્ઞાનિક પદ્ધતિને ધ્યાનમાં લઈને સંબંધિત માર્ગદર્શિકા બનાવવાની જરૂર જણાય છે.
સામાન્ય જનતા, તીર્બી વ્યાવસાયિકો અને હોસ્પિટલોના જનહિતને જાળવી રાખવા અને ગુજરાત રાજ્ય સરકારના એકપક્ષીય નિર્દેશોનો વિરોધ કરવા માટે અમને 22/07/2022 ના રોજ તમામ એલોપેથિક ડોકટરો (રાજ્યભરના 10000 થી વધુ) બધી સેવાઓ ઈમર્જન્સી સહિત હડતાલ જાહેર કરવાની ફરજ પડી છે. આ દિવસે ઈમરજન્સી ધરાવતા દર્દીઓને નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવશે.
અમે આશા રાખીએ છીએ કે અમારી રજૂઆતને સંબંધિત સત્તાવાળાઓ દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે અને જાહેર જનતાની તરફેણમાં યોગ્ય નિર્દેશો ૫વામાં આવશે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ એ રાજ્યના 30,000 થી વધુ એલોપેથિક ડોકટરોની પ્રતિનિધિ સંસ્થા છે. તે હંમેશા બહેતર આરોગ્યસંભાળ પ્રણાલીના હેતુ માટે પ્રોત્સાહન આપે છે અને જ્યાં જરૂર હોય ત્યાં જાહેર અને તબીબી વ્યાવસાયિકોના પ્રશ્નોને વાયા પણ આપી છે.