
“પર્યાવરણ સંરક્ષણ એ સૌની જવાબદારી છે” એ હેતુને ધ્યાનમાં રાખીને કોલેજના આચાર્યશ્રી ડૉ. કિરીટકુમાર ભટ્ટ તથા મેનેજમેન્ટ ના માર્ગદર્શન હેઠળ કોલેજના કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વૃક્ષારોપણમાં તમામ વિભાગના વડાઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આચાર્ય સાહેબે વિદ્યાર્થીઓને વૃક્ષોના મહત્વ વિશે સમજાવ્યું. અમે કોલેજ કેમ્પસમાં 50 થી વધુ વૃક્ષો વૃક્ષારોપણ કર્યું. વિવિધ શાખાઓના 40 થી વધુ વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણમાં ભાગ લીધો.