નારાયના બિઝનેસ સ્કૂલ દ્વારા ૨૭ મી ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ ફ્રેશર્સ પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું. લેકમે એકેડેમી, સફાયર ફુડ્સ ગુજરાત,બેનેલી અમદાવાદ,સી. પી. ભિમાની કેમિકલ્સ, શ્રીજી હોસ્પિટાલિટી , પીઝા હટ, અરેના એનિમેશન અને રિયાઝ બ્યૂટી કેર આ પાર્ટી ના મુખ્ય પ્રાયોજકો હતા. પાર્ટી ની થીમ બોલિવૂડ રેડ કાર્પેટ રાખવામાં આવી હતી, જેમા ફેશન શો અંતર્ગત ૧૨૩ વિદ્યાર્થીઓ એ રેમ્પ વૉક માં ભાગ લીધો હતો જેમાં અનેક વિવિધતા જોવા મળી હતી. પાર્ટી માં મુખ્ય મેહમાન તરીકે ૯૮.૩ એફ.એમ. ના આર. જે. કૃતાર્થ, સોશિઅલ મીડિયા ઈનફ્લુએન્સર પ્રીતિ પટેલ અને તપન વ્યાસ ને આમન્ત્રિત કરવામાં આવ્યા હતા. “કેમ છો લંડન” ફિલ્મ ના પ્રમોશન હેતુ ફિલ્મ ના અભિનેતા અને દિગ્દર્શક પણ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા ના વિદ્યાર્થી ઓનો ઉત્સાહ, જોશ અને ઉમંગ કાબિલેતારીફ હતો. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૪ ના મિ. ફ્રેશર નો તાજ અખિલ શર્મા અને મિસ. ફ્રેશર નો તાજ કલ્પના પુરોહિત એ જીત્યો હતો. પાર્ટી ના અંત માં વિદ્યાર્થીઓએ ડી.જે.પાર્ટી માં ખુબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. સમગ્ર પાર્ટી દરમિયાન ઉપસ્થિત લોકો યુવાનો ના તરવરાટ ના સાક્ષી હતા. પાર્ટી ના અંત માં મેનેજમેન્ટ ના વિદ્યાર્થીઓ એ એક નવતર અનુભવ તેમજ નવા મિત્રો સહિત સ્વાદિષ્ટ ભોજન નો આનંદ માણ્યો હતો. સમગ્ર ઇવેન્ટ નું સફળ સંચાલન સંસ્થા ના ડીન, ડો. પૂર્વી ગુપ્તા તેમજ ડિરેક્ટર ડો. અમિત ગુપ્તા ના માર્ગદર્શન હેઠળ પ્રો.નૂપુર સુરતી, પ્રો. શિવાની શાહ, સમગ્ર ફેક્લટી મેમ્બર્સ તથા વિદ્યાર્થી કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું.