
શ
્રી ગાયત્રી મહિલા મંડળ હૈદરાબાદ- સિકંદરાબાદ દ્વારા ઋષિ પંચમી – સામા પાંચમ ની ઉજવણી કરવામાં આવી:-
આજ રોજ તારીખ ૧લી સપ્ટેમ્બર નાં , ઋષિ પાંચમ ની ઉજવણી કરી.
સૌ પ્રથમ સવારે અગિયાર કલાકે
આવનાર સૌ બહેનો સિંકદ્રાબાદ સ્થિત લોવર ટાઈમ બંડ માં આવેલી ત્રણ માળ ની ગૌશાળા માં
પોતપોતાની રીતે
ભેગી થઈ. ગૌશાળા સરસ છે.અહીયા હૈદરાબાદ ઘણી બધી ગૌશાળાઓ છે. એક એક ગૌશાળા વિશે લખતી રહીશ.
આજ ની ગૌશાળા માં લિફ્ટ પણ છે.
મોટા મોટા હોલ પણ છે.ઢોળાવ વાળી સીડી પણ છે. ગૌ ભક્તો અહીંયા ઘણી વખત ભેગા થાય છે.એકવાર અહીંયા ગૌકથા ની સપ્તાહ પણ
આયોજીત કરવામાં આવી હતી.
શ્રી ગાયત્રી મહિલા મંડળ દ્વારા ત્યાં
ધનરાશિ નું અનુદાન કરવામાં આવ્યું. બધી બહેનો એ મળી ને ગૌવંશ ને
ઘાસ ખવડાવ્યું.
ત્યાર બાદ સૌ
બહેનો સિકંદરાબાદ જીરા વિસ્તારમાં સ્થિત સ્વામી નારાયણ નાં મંદિર માં ગઈ.
ત્યાં શ્રી ગાયત્રી મહિલા મંડળ ની બહેનો તેમજ અન્ય સૌ બહેનોએ મળી ને ભજનો ગાયા.
ભજનો નાં ગુંજન થી મંદિર નું વાતાવરણ ઘણું જ પવિત્ર થઈ ગયું.
છેલ્લે સૌ બહેનો એ સાંબો ચીભડાં નું શાક, શિંગ પાક તેમજ અન્ય સામગ્રી નો પ્રસાદ લીધો.
પછી સૌ બહેનો
રાજીખુશીથી છુટી પડી.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૨/૮/૨૦૨૨.