શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ-સિકંદરાબાદની કમિટી દ્વારા શ્રી ગુજરાતી સેવા મંડળનાં માનદ પ્રમુખશ્રી ઘનશ્યામ પટેલનું બહુમાન કરવામાં આવ્યું.- ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.
દ્વારા શ્રી ગુજરાતી સેવા મંડળનાં માનદ પ્રમુખશ્રી ઘનશ્યામ પટેલ નું સન્માન કરી બહુમાન કરવામાં આવ્યું:-
તારીખ ૪થી સપ્ટેમ્બર રવિવારનાં રોજ ગુજરાતી
સેવા મંડળ નાં પ્રાગંણમાં ઘનશ્યામભાઈ પટેલનું શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ-સિકંદરાબાદ ની કમિટી દ્વારા સન્માન કરીને બહુમાન કરવામાં આવ્યું. શ્રી ઘનશ્યામભાઈ પટેલની સર્વાનુમતે સર્વ સંમતિથી
હૈદરાબાદ સિકંદરાબાદ શ્રી પાટીદાર સમાજના પ્રમુખશ્રી તરીકે વરણી થતા શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ પ્રમુખ શ્રી તરુણભાઈ મહેતાનાં નિવેદન અનુસાર
બ્રહ્મ સમાજ હૈદરાબાદ-સિકંદરાબાદ ની કમિટીનાં હોદેદારો અને તેમજ બ્રહ્મ સમાજ ઉપસ્થિત રહ્યાં હતાં. સેવા મંડળનાં પણ મહત્વ પૂર્ણ અધિકારીઓની ઉપસ્થિતીમા શ્રી ઘનશ્યામભાઈ પટેલની સેવાઓને બિરદાવી સન્માન કરી બહુમાન કરવામાં આવેલ.