એચ.એ.કોલેજના વિદ્યાર્થીઓએ અંગદાન
કરવાના શપથ લીધા

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ વિભાગ ધ્વારા આજે અંગદાન જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યુ હતું કે જ્યારે કોઇ વ્યક્તિ સંજોગોવસાત બ્રેઇન ડેડ થઇ જાય છે ત્યારે તે વ્યક્તિના ફેમિલી ધ્વારા તેના શરીરના વિવિધ અંગોનું જરૂરિયાત વ્યક્તિઓને દાન આપવામાં આવે તો તેવા વ્યક્તિઓનું જીવન જીવંત થઇ શકે છે. હાલમાં પણ જૂની પરંપરાઓ તથા રીતરિવાજોમાંથી બહાર આવીને સાયન્ટીફીક વિચારસરણી સાથે જો મદદરૂપ થઈએ તો સમાજમાં બહુ મોટી સેવા થઈ શકે છે. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ તથા અધ્યાપકોએ શપથ લીધા હતા કે હું અંગદાનમાં જોડાઈશ તથા મારા કુટુંબજનો, પાડોસીઓ તથા મિત્રોને પણ અંગદાન કરવા પ્રેરણા આપીશ. કોલેજના ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ શપથમાં જોડાયા હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રા.એચ.બી.ચૌધરી તથા પ્રા.એમ.એસ વસાવાએ કર્યું હતુ.