આપણી સરકારે આઠ વર્ષ પુરા કર્યા..
દેશના ઇતિહાસ માં ઐતિહાસિક, સંસ્કૃતિ, આર્થિક અને વૈજ્ઞાનિક હરણફાળ નો આ આઠ વર્ષનો સમય દેશ માટે ભવિષ્યમાં પણ સીમાચિન્હ પૂર્વક બની રહેશે….
આપણી કલ્પના કરીએ કે આઠ વર્ષ પહેલા ઇન્ટરનેટથી બેંક નો વહેવાર કરવો એ સ્વપ્ન જેવું લાગતું હતું..
આજે સાદાફોન થી કોઈપણ ગામડાનો માણસ અથવા મજુર કોઈપણ કરિયાણાની દુકાને જઈ ખરીદી કરી , ભીમ એપ થી પૈસા ટ્રાન્સફર કરી શકે છે અને તે પણ ખુબ જ આસાનીથી અને સરળતાથી ભરોસાપાત્ર રીતે…
અમો અમારા ઔદ્યોગિક કારોબારનો 98 ટકા હિસ્સો ઇન્ટરનેટ બેન્કિંગ થી કરી રહ્યા છીએ….
તમામ મજુર ,ડ્રાઇવરો, દૂધવાળા થી માંડીને ….ગાડી સાફ કરવા વાળા ને પણ અમે ઇન્ટરનેટ બેન્કિંગ થી પૈસા ટ્રાન્સફર આપીએ છીએ…
ઘેર પૈસા જ ન હોય…. તેમ છતાં આપણે માલામાલ હોઈએ તેવી બાબત છેલ્લા આઠ વર્ષમાં આપણે જોઈ અને અનુભવી એ ,
આપણા માટે સૌ માટે ગર્વ લેવા જેવી બાબત છે.

બીજી સૌથી મોટી બાબત છે આત્મનિર્ભરતા…
એમાં સીમાડાની સુરક્ષા ,અન્ય સરંક્ષણસરંજામ આયાત અને આપણું વિદેશી હૂંડિયામણ… આવી ઘણી બધી પેચીદી વાતો પણ આવી જાય…
આ આઠ વર્ષ દરમિયાન આપણું વિદેશી હૂંડિયામણ નો ભંડાર અમેરિકા,રશીયા કરતાં પણ આગળ વધીને ,રાજકોટ ના રોજ સવારમાં ગાંઠિયા ખાધેલા માણસની ફાંદ ની જેમ વધતું ગયું છે….
પાછલા આઠ વર્ષમાં ,જે ૬૫ વર્ષ સુધી આપણે વર્ષોથી જે રક્ષણાત્મક રીતે જીવતા આવેલા તેના બદલે,
” પહેલો ઘા પરમેશ્વરનો” એમ આખી દુનિયાને પટ્ટા જાટકીને કહી દીધું કે અમને કોઈએ ડરાવવા નહીં… નહિતર અમે સીમા પણ ઓળંગી શકીએ… અને વગર વિચાર્યે મારીમારીને ટાંગા ભાંગી નાખીએ…
આ છેલ્લા આઠ વર્ષ દરમિયાન આઝાદી પછી પ્રથમ વાર એવું બન્યું કે આખા પાકિસ્તાનમાંથી અડધું પાકિસ્તાન તો રાત્રે પણ ભારતનું નામ સાંભળીને જ પેશાબ કરવા બાથરૂમમાં અવશ્ય જાય…
આપણી દાદાગીરી સીમાડાઓ કૂદીને આખી દુનિયામાં જગજાહેર થઈ ગઈ…
આપણી સરકાર નુ એક સૌથી મોટું પગલું હતું નોટ બંધી….
આ નોટબંધી એ ભારતના કોંગ્રેસ સહિત નાના નાના ગદ્દાર પક્ષો અને ભારતમાં ભાંગફોડ કરતાં પાકિસ્તાની તત્વો જે હતાં,
તેમની કરોડરજ્જુ ભાંગીને તેમની નસબંધી કરાવી નાખી…. ભીખારી કરી નાખ્યા..!!!
આર્થિક વિકાસમાં અત્યારે પણ અને ભવિષ્યમાં સીમાચિન્હ પૂર્વક એક વિરાટ કદમ હોય તો તે છે જીએસટીનો અમલ…
નાના અને મધ્યમ ઉદ્યોગો માં તેમજ વેપારીઓમાં 95% વહીવટ બ્લેક નો હતો તે હવે 99% ધંધો કાયદેસર એટલે કે વ્હાઈટ નું (ટેક્સ ભરી ને) થવા લાગ્યો છે…
અરે…. રોડ ઉપર પાંચ પચ્ચીસ હજારનો માલ ફક્ત 10 કિલોમીટર દૂર મોકલવો હોય અને એ પણ રિક્ષામાં મોકલવો હોય તો પણ વેપારીઓ અને રીક્ષા ચાલક બેય થર થર ધ્રુજે તે જ જીએસટીની સફળ અને સચોટ કામગીરી બતાવે છે..
તમામ કરચોરી બંધ થતા દેશની તિજોરીઓ છલોછલ થવા લાગી છે….
આ આઠ વર્ષના ગાળામાં આપણી સરકારે, દેશની અંદર ના રાજકીય તેમજ જેહાદી ગદ્દારો તથા દેશ બહારના જેહાદીઓ….
કોઈના બાપની પણ સાડા બાર ના રાખીને,
આપણા જમ્મુ-કાશ્મીરમાં અલગતા નું સર્ટીફીકેટ એવી 370 ની કલમ ને એક ઝાટકે રદ કરી નાખી…
દેશની અખંડતા અને મજબૂત માટેનું આ એક વિરાટ પગલું ,દેશનું આવતું ભવિષ્ય નક્કી કરશે.
દસકાઓથી ભારત બહાર વસતા હિંદુ શીખો કે જૈનોને ભારતમાં પરત લાવવા માટે કોંગ્રેસ સરકારને કોઈ રસ કે ઉત્સાહ નહોતો.
દેશમાં વસતા આ ભારતીયો માટે પોતાનો જન્મભૂમિ સુરક્ષિત કરવા માટે CCA નો કાયદો લાવી,
જેમ દુનિયાભરના કોઇપણ ખૂણે વસતા એવું થયું એ ઇઝરાયેલના નાગરિકો આપોઆપ નાગરિક બને છે તેવી રીતે જ,
દુનિયાના કોઈપણ ખૂણે વસતા હિંદુ, શિખ, જૈન લોકો માટે ભારતના દરવાજા હંમેશ માટે ખુલ્લા મૂકી દીધા એ આપણા માટે ગર્વ લેવા જેવી બાબત છે.
આ સિવાય એવી બાબતો છે કે જેમાં કિસાનો માટે સન્માન નિધિ ,નાના અને ગરીબ મજુરો તેમજ કિસાનો માટે આરોગ્ય સેવાઓ અને વીમો….
માં અમૃતમ કાર્ડ જેવી વ્યવસ્થાઓ થી આજે દરેક ગરીબ માણસ પણ વિનાસંકોચે, પોતાની સારવાર સન્માનપૂર્વક મફતમાં કરાવી રહ્યો છે
ઘેર ઘેર દરેક ગરીબો માટે પણ ગેસના ચૂલાની વ્યવસ્થા… આવી હજારો સિદ્ધિઓથી આ દેશ અત્યારે એક ,
આઠ વર્ષમાં જ, સો વર્ષ જેટલો આગળ વધી ચૂક્યો છે…
આજે દેશના વિપક્ષો,
જે પહેલા છૂપી રીતે ગદ્દારી કરતા હતા તે ખુલ્લેઆમ જગજાહેર ગદ્દારી કરીને ભાજપા સરકારનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે,
જાતજાતના હથગંડાઓનો ઉપયોગ કરી અને દેશના અમુક મંદબુદ્ધિના નાગરિકોને ડાયવર્ટ કરવા માટે પ્રયત્નો કરી રહેલા છે…
આ દેશના ભૂતપૂર્વ સત્તાધારી પક્ષ કોંગ્રેસનો લબાડ અને જેહાદી ફરજંદ વિદેશમાં જઇને પણ,
” આખો દેશ કેરોસીન છાંટેલો છે અને ગમે ત્યારે ભડકો થાય તેમ છે…”
એમ કરીને ભારતના મુસ્લિમોને ચડાવી અને જુસ્સો અપાવી અને હિન્દુત્વવાદી ભાજપા સરકારને અસ્થિર કરવા માટે આખી દુનિયાના મુસ્લિમોને ચઢાવી રહ્યો છે ત્યારે,
ભારતના તમામ હિન્દુઓએ આપણી ભાજપા સરકારને આપણે ભવિષ્યની પેઢીને સુરક્ષિત રાખવા માટે રાત દિવસ આંધળો ટેકો આપવો જોઈએ તેવું હું માની રહ્યો છું….
હવે આવતા દસકા સુધીમાં ભાજપા સરકાર એ ભારતને અમેરિકા જર્મની કે જાપાન જેવી મજબૂત આર્થિક મહાશક્તિ તરફ અવશ્ય લઈ જશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.
આજના સમયે મારા દેશમાં ફક્ત મફતનું અને માંગીને કામ વગર મેળવવા વાળા લોકો જ દુઃખી છે…
દેશના કોઈ પણ ખૂણે જેની કામ કરવાની ઈચ્છા છે ,અને મહેનતથી કમાવું છે,
તેવા તમામ લોકો આજે ખુશ, સલામત છે અને આત્મનિર્ભર તેમ જ સુખી છે એ નાની વાત નથી.
વંદેમાતરમ રમેશ પટેલ રાજકોટ.