રાજપીપલામાં યોજાયેલા જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી સહિતના મહાનુભાવોના હસ્તે જિલ્લાના ૫૯૪ લાભાર્થીઓને રૂા.૨.૨૯ કરોડથી પણ વધુની રકમની સહાયના લાભોનું કરાયેલું વિતરણ
રાજપીપલા,તા 14
નર્મદા જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો રાજપીપલા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયના પટાંગણમાં ગુજરાતના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લાના તમામ તાલુકા પંચાયતનાં પ્રમુખો, ધારીખેડા સુગર ફેક્ટરી તથા ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ,અધિકારીઑની
ઉપસ્થિતિમાં દિપપ્રાગટ્ય થકી ખુલ્લો મુકાયો હતો.
આ ગરીબ કલ્યાણ મેળામાં ૫૯૪ લાભાર્થીઓને અંદાજે રૂા.૨.૨૯ કરોડથી પણ વધુની રકમની સહાયના લાભોનું વિતરણ કરાયું હતું.
મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૦૯ થી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્ર એન હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા છેલ્લા ૧૩ વર્ષથી ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાઇ હતી.વડાપ્રધાનના વિઝન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના મિશનથી આ ગરીબ કલ્યાણ મેળાઓ સતત ચાલી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળા થઇ રહ્યાં છે, દેશની આઝાદીનો આ વર્ષે અમૃતકાળ ચાલી રહ્યો છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું કે, તેમણે આઝાદીના અમૃતકાળના પાંચ વર્ષ પહેલાં લક્ષ્યાંક નક્કી કર્યો હતો કે કરોડો લોકોના ઘરનું સ્વપ્ન પૂર્ણ થશે જે આજે આપણે ફળ સ્વરૂપે જોઇ રહ્યાં છીએ. માત્ર એટલું જ નહીં પણ ઘર આપ્યા પછી ગેસ કનેક્શન પણ નિ:શૂલ્ક આપ્યું અને શુધ્ધ પીવાનું પાણી પણ ઘરે-ઘરે નળ થકી પુરું પાડ્યું, જેથી આજે છેવાડાના લોકો નિશ્વિંત થઇ જીવન જીવી રહ્યાં છે.
ગરીબ કલ્યાણ મેળો થકી અત્યારસુધી અંદાજે રૂા.૩૫ હજાર કરોડથી પણ વધુની રકમના લાભો અંતર્ગત અંદાજે ૧.૬૫ કરોડ વ્યક્તિઓને સીધે સીધી સહાય આપવામાં આવી છે જે આ સરકારની ખૂબ મોટી ઉપલબ્ધિ હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.
ભરૂચના સાંસદશ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે,
દેશના તમામ નાગરિકો આત્મનિર્ભર બની શકે, કોઈ બેરોજગાર ન રહે તે માટેના વિકલ્પો અને સહાય યોજનાઓ નાગરિકોને કેન્દ્ર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.આ પ્રસંગે નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ ઘનશ્યામભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતુ.
આ પ્રસંગે સરકારની ગરીબ કલ્યાણ મેળાઓ તેમજ યોજનાકીય સિધ્ધિઓને આવરી લેતી શોર્ટ ફિલ્મનું નિદર્શન કરાયું હતું તેમજ ગોધરા ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમના વર્ચ્યુઅલ માધ્યમથી કરાયેલું જીવંત પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવો અને લાભાર્થીઓ વગેરેએ નિહાળ્યું હતું.
તસવીર :દીપક જગતાપ, રાજપીપળા