15 October, 2022


પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ના પ્રાંગણમાં “ગૃહિણીઓ માટે કારકિર્દી પરામર્શ” વિષય પર એક દિવસીય સેમિનાર નું આયોજન.
ગાંધીનગર સ્થિત પંડિત દીનયાળ એનર્જી યુનિવર્સિટી અંતર્ગત 15 ઓક્ટોબર 2022 ના રોજ સ્કૂલ ઓફ ટેકોલોજી દ્વારા નેશનલ કમિશન ફોર વિમેન (રાષ્ટ્રીય મહિલા આયોગ ) દ્વારા પ્રાયોજિત “કેરિયર કાઉંસેલિંગ ફોર હોમ મેકર્સ – ગૃહિણીઓ માટે કારકિર્દી પરામર્શ” વિષય પર એક દિવસીય સેમિનાર યોજાયો. કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ ના વિભાદ્યક્ષ પ્રોફેસર સમીર પટેલ અને વ્યાખ્યાતા પ્રોફેસર દેવવ્રત સ્વેઇન ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ સેમિનાર માં સ્કૂલ ઓફ ટેકનોલજીના ડિરેક્ટર પ્રોફેસર ધવલ પૂજારા એ પોતાનું સંબોધન આપ્યું હતું. પ્રો. પૂજારાએ સમાજ ના સંગઠનમાં અને સાંસ્કૃતિક વારસાની કાળજી રાખવામાં બહેનોના અમૂલ્ય ફાળાને બિરદાવ્યો અને તેમને વધુને વધુ સ્વાવલંબી બનવા પ્રોત્સાહિત કર્યા. સેમિનારમાં આમંત્રિત સન્માનીય શ્રી પુષ્પલતાજી(IAS) એ ગૃહિણીઓ ને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું. તેઓશ્રી એ પોતાના સંઘર્ષ સમય ની વાત કહી બહેનો ને આત્મીયતા પૂર્વક ‘ પ્રગતિ જ જીવન ની નિશાની છે ‘ એમ સમજાવ્યું હતું. સેમિનાર માં મુખ્ય વક્તા તરીકે શ્રી સુરભીબેન જોશી, ડોક્ટર ઊર્મિ સત્યયન દવે અને ડોક્ટર પાયલ ચૌધરીએ બહેનો ને આત્મનિર્ભર બનવા, આજ ના કોર્પોરેટ જગત માં અંગ્રેજી અને ડિજિટલ લિટરસી જેવા વિષયો ને સમજવા માટે પ્રેરિત કર્યા હતા.
સેમિનાર માં ભાગ લેનાર દરેક સહભાગી ગૃહિણી માટે એક કીટ, સર્ટિફિકેટ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.