આગરાના તાજમહેલ, કાશીની જ્ઞાનવાપી અને મથુરાની ઇદગાહમાં શિવાલય હોવાની ચર્ચા બાદ હવે અજમેરમાં સ્થિત વિશ્વ વિખ્યાત હજરત ખ્વાઝા ગરીબ નવાજની દરગાહ પર પણ હિંદુવાદી સંગઠને દાવો કર્યો છે. મહારાણા પ્રતાપ સેનાનું કહેવું છે કે હજરત ખ્વાઝા ગરીબ નવાજની દરગાહમાં પણ ‘શિવ મંદિર છે. હિંદુવાદી સંગઠને રાજસ્થના મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકરને પત્ર લખીને તપાસની માંગ કરી છે.
