તારી સાથે વિતાવેલી એ કેટલીક અજાણી ક્ષણો આજ મને ,
ઝરણું બનીને ક્યાંક ઓચિંતી મળી જાય ,
તો મઝા પડી જાય …!

તારા મૌનના પર્વતને ઓગાળવા કાંઈક મળી જાય મને ,
શબ્દોને પણ આજ ઉત્સવ થઇ જાય ,
તો મઝા પડી જાય …!
વ્હાલનું ધુમ્મસ સૂરજને ઢાંકીને જરીક કાનમાં કહે મને ,
સૂરજ વિનાનું ખાલી આકાશ મળી જાય ,
તો મઝા પડી જાય ….!
હળવેથી વરસીને બુંદો એકમેકમાં ભળી ગાલ
પર બેસી હસે ,
તેને જોઈ મીઠું મધુરું
ગીત સ્ફૂરી જાય ,
તો મઝા પડી જાય …!!
બીના પટેલ