ગંગોત્રીનું મંદિર દેવી ગંગાને સમર્પિત છે. ગંગોત્રી ગામ દરિયાઈ સપાટીથી ત્રણ હજાર એક્સો ચાલિસ મી. ની ઉંચાઈ પર સ્થિત છે. ગંગોત્રી નામ નો અર્થ થાય છે ગંગા ઉત્તરી, જેનો અનુવાદ થાય છે “જ્યાં ગંગા અવતરી (જ્યાં ગંગા વહે છે)”. કહેવાય છે કે મહાન સંત ભગિરથ સ્વર્ગમાંથી ગંગાને પૃથ્વી પર ઉતારી આવ્યા છે.

સંત ભગીરથે કપિલમુની ના શ્રાપ થી મૃત્યુ પામેલા સગર રાજાના પુત્રોના અસ્થિ વિસર્જન ( આત્મા ની સદ્ગતી) માટે ગંગાને સ્વર્ગમાંથી નીચે લાવવા (તપ કર્યું હતું)આરાધના કરી હતી,. બ્રહ્માએ ભગીરથને સલાહ આપી કે ભગવાન શિવને પ્રાર્થના કરવી એ જ એક ઉકેલ છે કારણ કે માત્ર તેઓ જ પૃથ્વી પર અવતરતી ગંગાના જળપ્રવાહના વેગ ને ઝીલી શકશે.
ભગિરથે ભગવાન શિવને પ્રાર્થના કરી, જેમણે ગંગાને હિમાલયમાં અવતરવા આજ્ઞા કરી. ભગવાન શિવે અવતરતી ગંગાના વેગ ની અસર થી વિશ્વ ની રક્ષા કરવા તેને પોતાની જટાઓમાં ઝીલી લીધી. ભગિરથે ગંગા ને મેદાનો ના રસ્તે દરિયા તરફ દોરી. આ પ્રક્રિયામાં, સગરના સાંઈઠ હજાર પુત્રોની આત્માને સદ્ગતી મળી અને તે મોક્ષ પામ્યા.
Suresh vadher