સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારે 1 જાન્યુઆરી, 2023થી F1000ની નોટ પરત લાવવાની યોજના બનાવી છે. જો કે, આ મેસેજ ફેક છે. પીઆઈબીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે અને લોકોને આવા મેસેજ ફોરવર્ડ ન કરવાની અપીલ કરી છે. પીઆઈબીએ ટ્વીટમાં આ વાયરલ મેસેજ પણ દર્શાવ્યો છે.
