રાજકોટમાં ફરી કોરોનાનો પગપેસારો થતાં તંત્ર દોડતું થયું છે. રાજકોટમાં ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે BF.7 ના નવા વેરીએન્ટને લઈને રિપોર્ટ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ યુવતીના પરિવારજનોના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. દર્દીએ વેક્સિન લીધી હોવાથી હાલમાં તેની તબિયત સારી છે. પરંતુ સંભવિત નવી લેહરને પહોંચી વળવા જિલ્લા તંત્ર પણ સજ્જ છે.
