આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી શરૂ કરી, માર્ગ-સુરક્ષાના પગલાં વિશે જાગૃતિ પેદા કરવાનો ઉદ્દેશ્ય
બાળકો, માતા-પિતા અને ટ્રાફિક પોલીસ વચ્ચે 300થી વધુ આઇએસઆઇ માર્ક્ડ હેલમેટ્સનું વિતરણ કર્યું
અમદાવાદ, 17 ફેબ્રુઆરી, 2023: આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્રીમતી નીતા એચ. દેસાઇ, ડીસીપી ટ્રાફિક (પશ્ચિમ), અમદાવાદ સહિત આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડની સિનિયર મેનેજમેન્ટની ટીમે રેલીને લીલી ઝંડી બતાવી હતી. તેનો ઉદ્દેશ્ય ટુ-વ્હીલર માલીકો વચ્ચે માર્ગ-સુરક્ષાના પગલાઓ વિશે જાગૃતિનો પ્રસાર કરવાનો છે, જેમની સાથે બાળકો પીલિયન રાઇડર તરીકે સવારી કરે છે. આ રેલીમાં આશરે 300 બાળકોએ તેમના માતા-પિતા સાથે ભાગ લીધો હતો અને તેમને આઇએસઆઇ માર્ક્ડ હેલમેટ્સ અપાયા હતાં તથા તેમને સુરક્ષા અને હેલમેટ પહેરવાના મૂળભુત નિયમોનું પાલન ન કરવાના જોખમો વિશે જાગૃત કરાયા હતાં. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે બે-પાંખીય વ્યૂહરચના અપનાવી છે, તેમાં પ્રથમ કસ્ટમાઇઝ્ડ ડાયરેક્ટ કનેક્ટ પ્રોગ્રામ દ્વારા માર્ગ સલામતી વિશે માતા-પિતા અને બાળકોની વર્તણૂંકમાં બદલાવ કરવાનો તથા બીજું બાળકો વચ્ચે તેમના માટે વિશિષ્ટ આઇએસઆઇ માર્ક્ડ હેલમેટનું વિતરણ કરવું સામેલ છે.
આ પ્રોગ્રામની સપ્ટેમ્બર 2015માં શરૂઆતથી કંપનીએ જીવન-રક્ષક માર્ગ સલામતી નિયમો અને શરૂઆતથી જ મોટર ઇન્સ્યોરન્સની આવશ્યકતા વિશે જાગૃતિ પેદા કરીને 2,75,000 જીવનને સ્પર્શ કર્યો છે. એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરતાં આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે બાળકો વચ્ચે 1,68,000થી વધુ આઇએસઆઇ માર્ક્ડ હેલમેટ્સનું વિતરણ કર્યું છે તથા વર્તમાન નાણાકીય વર્ષમાં 1 લાખ હેલમેટના વિતરણનું લક્ષ્ય છે.
આઇઆરડીએની માર્ગદર્શિકા મૂજબ આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ આ પ્રકારની સીએસઆર પહેલ દ્વારા વીમા પ્રત્યે જાગૃકતામાં વધારો કરવા અને બ્રાન્ડના “નિભાયેં વાદે”ના વચનને જાળવી રાખવા કટીબદ્ધ છે.
