કવિતા નું શિર્ષક : ” હોલી આઈ ”

કેસુડાનો કેસરીયો *રંગ,*
ભરે છે દિલમાં *ઉમંગ*…
હાલો ને ખેલીયે હોલી *સંગ સંગ*…..!
આજ દિલથી મળીએ સહુ કોઈને,
અને જીતી લઇએ જીવનનો *જંગ*….!
પ્રેમથી રંગીયે એકબીજાને એવા,
કે દુનિયા જોઈને રહી જાય *દંગ*…!
અને સચેત પણ રહીએ… કે…
આ રંગમાં પાડે નહીં કોઈ *ભંગ*…..!
કેમ કે આ દુનિયામાં ઘણા ખોટા
પણ હોય છે *નંગ*…..!
તો ચાલો… ભરો પીચકારી… ને
રંગે રંગી દો દરેકના *અંગે અંગ*…..!
– શૈલેષ પટેલ
આર્ટિસ્ટ,
વડોદરા.