અમદાવાદ 18 માર્ચ 2023: ભારતીય વ્યાપાર મંડળ તમામ ઉદ્યોગસાહસિકો અને વ્યાપારી માલિકોને તેમના પ્રયત્નોને આગળ વધારવા માટે જરૂરી સમર્થન અને શક્તિ પ્રદાન કરવા માટે સમર્પિત છે. જે અત્યારે નવા નવા ગુજરાતની અંદર ફિમેલ નેટવર્કિંગ ટીમ ઉભી કરી રહી છે જે બિઝનેસ કરતા હોય તે એક બીજાને મદદ કરે એના માટે આ ટીમ નિમણુંક થઇ છે. ગુજરાત રાજ્યમાં, ખાસ કરીને મહિલા ઉદ્યોગ સાહસિકો આવી રહ્યા છે અને ભારતીય વ્યાપાર મંડળ ગુજરાત રાજ્યના ભાવિ વિકાસને બહેતર બનાવવાની તેમની પહેલમાં તેમને આવકારે છે. જેમાં 100 થી વધુ મહિલા સાહસિકોને લેટરહેડ આપવામાં આપ્યા ત્યારબાદ ભારતીય વ્યાપાર મંડળના સભ્ય બનવાના શપથ લીધા. આપણે વધુ મહિલા સાહસિકો બનાવવાની અને તેમને સફળ થવા માટે જરૂરી સંસાધનો પૂરા પાડવાની જરૂર છે જેથી મહિલા સાહસિકોને તેમના સાહસમાં આગળ વધવા માટે પ્રોત્સાહક મળે.
