પંજાબી ગાયક સિદ્ધ મુસેવાલાની માનસા જિલ્લાના જવાહરકે ગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. શનિવારે એક દિવસ પહેલા પંજાબની માન સરકારે મુસેવાલા પાસેથી વીઆઈપી સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. ગોળી વાગ્યા બાદ મુસેવાલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો.
