એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે સોનિયા ગાંધી અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસ અંગે સમન્સ પાઠવ્યું છે. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, “ઈડીએ નેશનલ હેરાલ્ડ કેસમાં ષડયંત્રના ભાગરૂપે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ મોકલી છે. પણ અમે ગભરાઈશું નહીં, ઝૂકીશું નહીં. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ આરોપ લગાવ્યો છે કે, EDએ પહેલા કેસ બંધ કરી દીધો હતો.
