ધોરાજીના સુપેડી નજીક હાઈવે પર બાઈક સ્લીપ થતા ગિરીશભાઈ ભાયાણી નામના વૃધ્ધને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.બનાવ અંગેની વધુ વિગત અનુસાર ધોરાજીના સુપેડીમાં રહેતા ગિરીશભાઈ શામજીભાઈ ભાયાણી (ઉ.65) ગત રોજ પોતાના ઘરેથી વાડીએ જતા હતા ત્યારે ધોરાજી-ઉપલેટા હાઈવે પર બાઈક સ્લીપ થતાં રોડ પર પટકાયા હતા.

જેમાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. પરીવારને જાણ થતાં ઘટનાસ્થળે દોડી જઇ સીવીલે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતક ખેતીકામ કરતા હતા. જેમના મોતથી પરીવારમાં શોક છવાયો હતો.