સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે. રાજકોટ સિંગતેલના ભાવમાં છેલ્લા 25 દિવસમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે.કપાસિયા તેલમાં પણ 100 રૂપિયાનો ઘટાડો થયો છે. સીંગતેલનો ડબ્બો 2770 રૂપિયામાં મળી રહ્યો છે જ્યારે કપાસિયા તેલનો ડબ્બો 2650 રૂપિયામાં મળી રહ્યો છે.આમ વધતી મોંઘવારી વચ્ચે ગૃહિણીઓ માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે.
