ગ્વાલિયરમાં કોંગ્રેસના નેતા ઋષભ ભદૌરિયાએ શંકાના આધારે પત્નીની ગોળી મારીને હત્યા કરી નાખી. જ્યારે હત્યા થઈ ત્યારે કોંગ્રેસના નેતાના બે બાળકો પલંગ પર સૂતા હતા. પહેલા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પતિ ઉશ્કેરાઈ જતાં પત્ની પોતાને બચાવવા માટે રૂમની બહાર દોડી ગઈ. તે જ સમયે તેના પતિએ તેના માથામાં ગોળી મારીને તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.
