મોદી સરકાર સતત દેશમાં ડિજિટલીકરણ તરફ આગળ વધી રહી છે. ત્યારે પીએમ મોદીએ આજે જન સમર્થ પોર્ટલની શરૂઆત કરી હતી. આ પોર્ટલ દ્વારા હવે જનતાને કેટલીય સરકારી યોજનાઓની જાણકારી એક જ પ્લેટફોર્મ પર મળી જશે. આ પોર્ટલ લોન લેનારા અને આપનારાને એક પ્લેટફોર્મ પર લાવી દેશે. દેશનું આ પ્રથમ એવું પ્લેટફોર્મ છે.આ પોર્ટલ દ્વારા લોકો તમામ પ્રકારની જાણકારી મેળવી શકશે.
