મોદી સરકારે મોટો ફેંસલો કર્યો છે. સરકાર આગામી 1.5 વર્ષમાં 10 લાખ નોકરી આપશે. PMOના ટ્વીટમાં લખવામાં આવ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી અને સૂચના આપી કે આગામી 1.5 વર્ષમાં સરકાર દ્વારા 10 લાખ લોકોની ભરતી મિશન મોડમાં કરવામાં આવે.
