
સુરત2 કલાક પહેલા
કૉપી લિંક
ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે વાદળ છાયા વાતાવરણથી ઠંડક પ્રસરી ગઈ છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટીવીટી શરૂ થવાની આગાહી
સુરતમાં છેલ્લા ત્રણેક દિવસથી ભારે પવનો ફૂંકાઇ રહ્યા છે. આજે પણ પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે જ વાતાવરણમાં પલટો આવતા આજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો પણ છવાયા છે. આવતીકાલે 25 મે બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટીવીટી શરૂ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મોડી રાતે શહેરના અલથાણ, વેસુ, વીઆઇપી રોડ વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટાં પડ્યાં હતાં.
ભારે પવનના કારણે બાઈક પર જતા લોકોએ ભારે સાવધાની રાખવી પડે છે.
વરસાદી માહોલ બન્યોવહેલી સવારે કાળાડિંબાગ વાદળો છવાતાં વરસાદ પડે તેવો માહોલ સર્જાયો છે. શહેરમાં ભારે પવનો ફૂંકાવાના કારણે બે દિવસમાં 10થી વધુ ઝાડ પડી ગયા છે. કતારગામ નંદુદોશીની વાડી, નવી સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ઓફિસ પાસે અને ઘોડદોડ રોડ જોગર્સ પાર્ક પાસે ઝાડ પડવાના કોલ મળ્યા હતા. રાત્રિના સમયે કતારગામ,સરથાણા, વરાછા, અલથાણ, અડાજણ, ચોક, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા અને ઝાપટાં પડ્યાં હતાં.
વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પણ પડી રહ્યાં છે.
અનેક વિસ્તારોમાં વીજ સમસ્યાછેલ્લાં 3 દિવસથી ભારે પવન ફૂંકાતાં શહેરના અનેક વિસ્તારોમાં વારંવાર પાવર કાપનો પ્રશ્ન શરૂ થયો છે. ખાસ કરીને ભીમરાડ સહિતના વિસ્તારોમાં વીજળી આવ-જા કરતી રહી હતી. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, કોઈ નુકસાન થયાની માહિતી સાંપડી નથી.
ચોમાસા અગાઉના વરસાદને લઈને કેરી પકવતા ખેડૂતોને નુકસાન સહન કરવાની નોબત આવી છે.
અન્ય સમાચારો પણ છે…