
“ડબલ એન્જીનની સરકાર, સપના કરે સાકાર”
“સહી પોષણ દેશ રોશન” ના સુત્રને ચરિતાર્થ કરવા સરકાર કટિબધ્ધ છે.આજરોજ ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા વોર્ડ નંબર 10 માં સમાવિષ્ટ કોબા ,રાંદેસણ અને, રાયસણ ખાતે સુવિધાઓ ધરાવતી તૈયાર થનાર નવીન આંગણવાડી કેન્દ્ર (નંદઘર) નું રીનોવેશન કામનું ખાતમુહુર્ત કર્યું.
આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં -૧૦ ના પ્રમુખ મનીષભાઈ પટેલ,માન. મેયર શ્રી હિતેશભાઈ મકવાણા,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ, મહામંત્રી શ્રી ગૌરાંગભાઈ પટેલ,વોર્ડ નં.10 ના દંડકશ્રી શ્રીમતી તેજલબેન યોગેશભાઈ નાયી,કોર્પોરેટર શ્રીમતી મીરાબેન પટેલ, કોર્પોરેટર શ્રી પોપટસિંહ ગોહિલ, કોર્પોરેટર શ્રી મહેન્દ્રભાઈ પટેલ, કોબાગામ પૂર્વ સરપંચ શ્રી યોગેશભાઈ નાયી, વોર્ડ નં -૧૦ ના પ્રમુખ મનીષભાઈ પટેલ, મહામંત્રી રાજભા વાઘેલા તથા ચીમનભાઈ પટેલ, લીલાભાઈ દેસાઈ , બળદેવજી ઠાકોર, ભરતભાઈ પટેલ તેમજ રાયસણ ગામના પૂર્વ સરપંચ શ્રી યોગેશભાઈ પટેલ,ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ગામ ના આગેવાનશ્રી ઓ તેમજ ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.