*શીર્ષક – “ચાલ દોસ્ત ચા પીવા”*🌹🌹

જવાબદારીઓ આવશે ને જશે, ચાલ દોસ્ત ચા પીવા!
જે થવાનું છે એ થઈને જ રહેશે ચાલ દોસ્ત ચા પીવા!
છોડ આ દુનિયાની મગજમારી, નિરાંતે બેસ બે ઘડી!
દેવાશે એવા જેવા પડશે, ચાલ દોસ્ત ચા પીવા!
કેટલો સમય વીતી ગયો આપણે આમ સાથે બેઠાને
આવ તો એ જ મજા આવશે, ચાલ દોસ્ત ચા પીવા!
આવજે તું ઘરે છોડીને તારા પદ કે પૈસાનું અભિમાન,
આજ ફક્ત બે મિત્રો જ મળશે, ચાલ દોસ્ત ચા પીવા!
વાગોળીશું આપણે ફરીથી, એ જૂની પુરાણી યાદોને!
નજર સામે ફરી એ ઘટના ઘટશે, ચાલ દોસ્ત ચા પીવા!
ભીંજાતા ભીંજાતા પણ ગયા’તા ક્યારેક કીટલી પર,
“આજે “વ્યોમ” જરૂર વરસશે,
*ચાલ દોસ્ત ચા પીવા!*
🌹🌹