બીજેપીને પડકારતા તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કહ્યું કે તેઓ રાજ્યમાં ભાજપ તેમની સરકારને તોડી નાખે તેની રાહ જોશે. વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાનું સ્વાગત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું, “હું તે દિવસની રાહ જોઈ રહ્યો છું. હું મુક્ત થઈશ અને પછી કેન્દ્રમાં તમારી સરકારને પાડી દઈશ.”
