
શ્રી ગાયત્રી મહિલા મંડળ દ્વારા આયોજીત કરવામાં આવેલો
કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન થયો.
જત લખવાનું કે તારીખ ૧૫ મી માર્ચ નાં રોજ
સિકંદરાબાદ સ્થિત બલદેવ હોલ માં કરવામાં આવેલો કાર્યક્રમ
ખુબ જ આનંદ પૂર્વક અને રાજીખુશીથી પરિપૂર્ણ થયો.
શ્રી ગાયત્રી માતા જી નાં પૂજન થી કાર્યક્રમ ની શરૂઆત થઈ હતી.
આ કાર્યક્રમ નું મુખ્ય આકર્ષણ વડીલ મહિલા સભ્યો નું સન્માન અને ફની તંબોલો હતો.
શ્રી ગાયત્રી મહિલા મંડળ ની વડીલ મહિલાઓને
સિંહાસન જેવી
ખુરશી માં બેસાડી ને સમ્માનિત કરવામાં આવ્યાં હતાં.અશક્ત મહિલાઓને સમ્માન એમનાં
ઘરે પહોંચાડવામાં આવ્યું હતું.
બધી બહેનો ને
ફની તંબોલો રમાડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અન્ય ફની રમતો ગમતો રમાડવામાં આવી હતી.
કાર્યક્રમ ને સફળ બનાવવા માટે, કાર્યક્રમ માં આવનારા બહેનો નું પૂર્વ સમર્થન લેવામાં આવ્યું હતું. કાર્યક્રમ માં
હાજર ન રહી શકનારી બહેનો એ પણ પોતાની વિગત કમિટી બહેનો ને જણાવી હતી.
કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કમિટી બહેનો એ
સારી એવી મહેનત કરી હતી. બધી બહેનો એ પણ
શિસ્તબદ્ધ રહી ને સાથ સહકાર આપ્યો હતો.
અલ્પાહાર અને હાઈ ટી ની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ નાં અંત માં આભાર
વિધિ કરવામાં આવી હતી.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ